ચૂડીથી ઓઢણી.... ફાલ્ગુનીનાં આ સદાબહાર ગીતો રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવમાં પણ હશે જ

17 September, 2025 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Falguni Pathak: આશરે બે દાયકાના પણ વધુ સમયથી તેમણે આપણને એવાં ગીતો આપ્યાં છે જે ફક્ત હિટ જ નથી થયા પરંતુ દરેક તહેવારનો ભાગ બની ગયા છે.

ફાલ્ગુની પાઠક

નવરાત્રિ માત્ર એક તહેવાર નથી. એ તો રંગ, લય અને સામાજિકતાનો અનુભવ છે. જ્યારે આ નવ રાત્રિઓની ભાવનાને ઉજાગર કરનારા સંગીતની વાત આવે છે, ત્યારે એક નામ વધારે ઝળહળતું જોવા મળે છે અને એ છે ફાલ્ગુની પાઠક (Falguni Pathak). જેમને લોકો `દાંડિયા કિવિન` તરીકે ઓળખે છે. આશરે બે દાયકાના પણ વધુ સમયથી તેમણે આપણને એવાં ગીતો આપ્યાં છે જે ફક્ત હિટ જ નથી થયા પરંતુ દરેક તહેવારની મોસમનો ભાગ બની ગયા છે. 

આ વર્ષે બુકમાયશો એન્ટરપ્રાઇઝ, ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ ફાલ્ગુની પાઠકને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવ 2025માં લાવી રહ્યા છે. જ્યાં હજારો લોકો નાચવા, કૂદવા અને એકસાથે ગરબે ઘૂમવા માટે તૈયાર છે. આમ પણ, ખેલૈયાઓના હૃદયને ભાવસભર ગીતોથી તરબતર કરનારૂ ફાલ્ગુનીનું સંગીત દરેક પેઢીને ઝૂમવા મજબૂર કરે છે. 

વાત કરીએ એવાં ગીતોની કે જે હવે ફાલ્ગુની (Falguni Pathak)ની ઓળખ બની ગયા છે. અને આ ગીતો રેડિયન્સ દાંડિયા 2025માં પણ સાંભળવા મળવાના છે:

૧. ‘ચૂડી જો ખનકી હાથોં મેં’

આ ગીત નવરાત્રિની ઓળખ બની ગયું છે. આ ગીનના બિટ્સ કોઇપણ ઉજવણી માટે પરફેક્ટ છે. જ્યારે ‘ચૂડી જો ખનકી હાથોં મેં’ વાગે છે ત્યારે ખેલૈયાઓ દાંડિયાઓ હાથમાં લઈને ઝૂમી ઊઠે છે.

2. ‘ઓઢણી ઓઢુ ઓઢુ ને ઊડી જાય’

આ એક એવું ગીત છે કે જેના વગર નવરાત્રિ અદુરી જ લાગે. આ ગીતનો લય અને ઊર્જાવાન શબ્દો દાંડિયા મહોત્સવની શાન છે. આ એક એવો ટ્રેક છે જે નવરાત્રિની પરંપરાને ઝીલે છે.

૩. `મૈંને પાયલ હૈ છનકાઈ`

આ ગીત રોમેન્ટિક હોઈ કોઇપણ ઉત્સવ માટે પરફેક્ટ બની રહે છે. આ ફાલ્ગુનીના સૌથી જાણીતા ગીતોમાંનું એક છે. ખેલૈયાના પાયલનો ઝણકાર અને ફાલ્ગુનીના હૃદયસ્પર્શી ગાયન ભળે એટલે જાણે એક નોસ્ટાલ્જિક વાતાવરણ ઊભું થાય છે.

૪. ‘યાદ પિયા કી આને લગી’

આ તો સદાબહાર સંગીત, છે. આ ગીત નવરાત્રિની ઉજવણીમાં ગજબનો રોમાંચ લાવે છે. આ ગીત સાતે ફાલ્ગુની (Falguni Pathak)ની સંગીતની વૈવિધ્યતાનું ઉદાહરણ છે. આ ગીત નૃત્યગીત તન સાથે મનને પણ બહેલાવી જાય છે.

૫. ‘ઈંધણા વીણવા’

આ એક એવો ગરબો છે જે પરંપરાને લય સાથે સુંદર રીતે મિશ્રિત કરે છે. આ ગીત જયારે ફાલ્ગુનીના સુમધુર કંઠે રજૂ થાય છે ત્યારે ગરબારસિકો ઝૂમી ઊઠે છે. આ એક એવા પ્રકારનો ટ્રેક છે જે ઉર્જાવાન છે અને મોડી રાત સુધી ખેલૈયાઓને રમવા બાંધી રાખે છે.

આમ, `ચૂડી`થી લઈને `ઓઢણી` સુધીના સદાબહાર ફાલ્ગુની પાઠક (Falguni Pathak)નાં ગીતો સાથે નવરાત્રિને અવિસ્મરણીય બનાવવા માટે તૈયાર છો ને?

તો, આ વર્ષે અગાઉ ક્યારેય ન માણી હોય તેવી નવરાત્રિઉજવણી કરવા માટે તૈયાર? મુંબઈમાં ફાલ્ગુની પાઠકના નવરાત્રિ રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવ 2025 માટે તમારી ટિકિટ બુક કરો ફક્ત BookMyShow પર.

mumbai news mumbai falguni pathak Garba navratri bandra kurla complex bandra indian music gujarati community news gujaratis of mumbai festivals