FSSAIનો આદેશ : ડાબર હવે મધ કે ઘી માટે ૧૦૦ ટકા શુદ્ધતાનો દાવો નહીં કરી શકે

05 August, 2026 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા દાવાઓ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન કરે છે

ડાબર

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ડાબર ઇન્ડિયાને ૧૦૦ ટકા દાવાઓ ધરાવતાં અનેક ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે આવું લેબલિંગ અસ્પષ્ટ અને ચકાસણીયોગ્ય નથી અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. ફૂડ-નિયમનકારે જણાવ્યું હતું કે એણે મધ, ઍપલ સાઇડર વિનેગર, વર્જિન નારિયેળ તેલ, તલનું તેલ, ગાયનું ઘી, નારિયેળપાણી અને નારિયેળનું દૂધ જેવાં ઉત્પાદનોના વેચાણ પર ડાબર ઇન્ડિયા લિમિટેડ સામે પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો છે જેમાં ૧૦૦ ટકાના ભ્રામક દાવાઓ છે.
આ મુદ્દે FSSAIએ જણાવ્યું હતું કે ‘ડાબરની વેબસાઇટ પર સૂચિબદ્ધ ઉત્પાદનોમાં ૧૦૦ ટકા નૅચરલ, ૧૦૦ ટકા શુદ્ધ, ૧૦૦ ટકા શુદ્ધતાની ખાતરી, ૧૦૦ ટકા ઑર્ગેનિક અને ૧૦૦ ટકા ટેન્ડર કોકોનટ વૉટર જેવા દાવાઓ જોવા મળ્યા હતા. આવા દાવાઓ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન કરે છે.’

mumbai news mumbai food and drug administration indian food