23 August, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પનવેલના ડેપ્યુટી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસરે ગણેશોત્સવમાં મુંબઈ-ગોવા હાઇવે પર ટ્રાફિક સરળ રહે એ માટે અગત્યની જાહેરાત કરી છે. નૅશનલ હાઇવે ૬૬ પર ગણેશોત્સવ દરમ્યાન કોકણ અને ગોવા તરફનો ટ્રાફિક વધી જાય છે એને ધ્યાનમાં રાખીને ૨૩ ઑગસ્ટથી ૨૮ ઑગસ્ટ સુધી ભારે વાહનો એટલે કે ૧૬ ટનથી વધુ ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત ૩૧ ઑગસ્ટે અને બીજી સપ્ટેમ્બરે સવારે ૮ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી જ્યારે પાંચ દિવસ અને ૭ દિવસના ગણપતિનું વિસર્જન હોય ત્યારે પ્રતિબંધ લાગુ થશે. ત્યાર બાદ અનંત ચતુર્દશી નિમિત્તે ૬ સપ્ટેમ્બરે સવારે ૮ વાગ્યાથી ૭ સપ્ટેમ્બરે સવારે ૮ વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.