12 September, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિંચપોકલીના ચિંતામણી
ચિંચપોકલીના ચિંતામણીનાં ગઈ કાલે પ્રથમ દર્શન રાખવામાં આવ્યાં હતાં. આ વખતે ચિંતામણીની સજાવટ દક્ષિણ ભારતનાં મંદિરો અને એમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની મૂર્તિઓ અને સ્થાપત્ય જેવી કરવામાં આવી છે. બાપ્પાનો જમણો પગ જમીન પર છે, પણ ડાબો પગ બીજા પગથિયા પર ગોઠવાયેલો છે. ચતુર્ભુજ મૂર્તિના એક હાથમાં શંખ છે, બીજા હાથમાં ચક્ર છે, અન્ય બે હાથમાંથી એક હાથ ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે, જ્યારે એક હાથમાં નાગની ફેણવાળો અંકુશ ધારણ કર્યો છે. ગણપતિની પાછળ વિશાળ પાંખ ફેલાવતું ગરુડ દર્શાવવામાં આવ્યું છે. ગણપતિની આરતીમાં ગવાતી વિઠ્ઠલની આરતીમાં આવે છે કે ગરુડાવર બૈસોની માઝા કૈવારી આલા, જ્યારે ચિંતામણીનાં દર્શન કરીને લાગે છે કે ગરુડા વર બૈસોની માઝા ચિંતામણી આલા.