01 January, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિન્દુ ત્રિવેદી અને તેમણે કરેલી પોસ્ટ
BJPએ આ વખતે BMCના ઇલેક્શનની ટિકિટ ન આપી એનાથી ઘાટકોપરનાં જાણીતાં રાજકારણી બિન્દુ ત્રિવેદીને ખૂબ આઘાત લાગ્યો છે અને આ આઘાતને તેમણે સોશ્યલ મીડિયા પરનાં અલગ-અલગ માધ્યમો પર વાચા આપી છે. ૨૦૧૭ની BMCની ચૂંટણીમાં બિન્દુબહેન ઘાટકોપરના જે વૉર્ડમાંથી ચૂંટાયાં હતાં એ વૉર્ડ આ વખતની લૉટરીમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને ફાળે ગયો છે. એટલે બિન્દુબહેનને અપેક્ષા હતી કે તેઓ જ્યાં રહે છે એ વૉર્ડમાંથી તેમને ઉમેદવારી આપવામાં આવે, આ વૉર્ડ મહિલાઓ માટે અનામત છે એ પણ ફૅક્ટર હતું તેમની અપેક્ષામાં. જોકે પાર્ટીએ બિન્દુબહેનની અવગણના કરીને બીજા કોઈ પર પસંદગી ઉતારી એનું સ્વાભાવિકપણે જ તેમને લાગી આવ્યું છે. આ લાગણીને વાચા આપવા તેમણે ઇન્સ્ટાગ્રામ પર મહાભારતનો સંદેશ ટાંકતી પોસ્ટ મૂકી છે અને ફેસબુક પર વેધક શાયરીઓ પોસ્ટ કરી છે.