27 November, 2025 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની માણેકલાલ પબ્લિક સ્કૂલના દસમા ધોરણમાં ભણતી ૧૭ વર્ષની એક ટીનેજરે તેની સ્કૂલ-ટીચરને જણાવ્યું હતું કે મારી મમ્મી તેના એક ફ્રેન્ડ સાથે અવારનવાર મને સેક્સ કરવાની ફરજ પાડે છે. ટીનેજરે કરેલી આ ફરિયાદની જાણ ટીચરે એક નૉન ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO)ને કરી હતી. NGOએ આ વિશે ઘાટકોપર પોલીસને જાણ કરી હતી. ઘાટકોપર પોલીસે યુવતીની મમ્મી અને તેના ફ્રેન્ડ સામે ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી હતી. ઘાટકોપર પોલીસે કહ્યું હતું કે ‘આ વર્ષના એપ્રિલથી યુવતીના પપ્પા કામ પર જાય ત્યારે તેની મમ્મી પોતાના ફ્રેન્ડને ઘરે બોલાવીને ટીનજરને તેને સોંપતી હતી. સગીરા અત્યારે ૧૭ વર્ષની છે અને દસમા ધોરણમાં ભણે છે. કોવિડના સમયમાં તેણે બે વર્ષ ભણવામાં ડ્રૉપ લીધો હતો.