15 October, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રીડેવલપમેન્ટના કામ માટેનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અજિત પવારે કર્યું હતું
ગઈ કાલે ઘાટકોપર-ઈસ્ટમાં માતા રમાબાઈ આંબેડકરનગર અને કામરાજનગરના રીડેવલપમેન્ટના કામ માટેનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અજિત પવારે કર્યું હતું. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક કામરાજનગરના પ્લૉટ પર ભૂમિપૂજનનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ કામના પહેલા ફેઝમાં નવા ફ્લૅટની ચાવીઓ બે વર્ષમાં સોંપવામાં આવશે એવું દેવેન્દ્ર ફડણવીસે લોકોને આશ્વાસન આપ્યું હતું. ૧૫ વર્ષથી ખોરંભે ચડેલો આ પ્રોજેક્ટ હવે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આગળ વધારવામાં આવશે અને કામગીરીનું મૅનેજમેન્ટ સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના હાથમાં રહેશે.