પરિચિતની અંતિમક્રિયા માટે વાશી જતાં ઘાટકોપરનાં મહિલાનો ટૅન્કરે જીવ લીધો

22 December, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડમ્પરની ટક્કરને કારણે ટૂ-વ્હીલરનું સંતુલન ખોરવાઈ ગયું અને પાછળ બેઠેલાં મહિલા રસ્તા પર પટકાયાં

પ્રતીકાત્મક તસવીર

શનિવારે બપોરે ગોવંડીમાં ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર સ્પીડમાં આવતા એક ડમ્પરે મોટરસાઇકલને ટક્કર મારતાં પંચાવન વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. ડૉ. ઝાકિર હુસેન નગર ફ્લાયઓવર પાસે થયેલા આ અકસ્માતમાં દેવનાર પોલીસે ડમ્પરના ડ્રાઇવર વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા તેમના પતિ સાથે કોઈ પરિચિતની અંતિમક્રિયામાં વાશી જઈ રહ્યાં હતાં.

પોલીસે નોંધેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ઘાટકોપર-વેસ્ટમાં ચિરાગનગરના અલકા પાર્કનું રહેવાસી દંપતી બપોરે ૩.૧૫ વાગ્યે બાઇક પર ઝાકિર હુસેન નગર ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યું હતું. ડમ્પરની ટક્કરને કારણે ટૂ-વ્હીલરનું સંતુલન ખોરવાઈ ગયું અને પાછળ બેઠેલાં મહિલા રસ્તા પર પટકાયાં. ત્યાર બાદ ડમ્પર તેમના પર ચડી ગયું અને ગંભીર રીતે ઘવાયેલાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

mumbai news mumbai ghatkopar govandi road accident vashi