09 May, 2026 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ગોવંડીની એક જાણીતી સ્કૂલનો ૪૫ વર્ષનો પ્યુન રાજેશ મહાકાલ છેલ્લા એક વર્ષથી ૬ વર્ષના એક સ્ટુડન્ટ પર જાતીય અત્યાચાર કરી રહ્યો હતો. તે સ્ટુડન્ટને સ્કૂલની ખાલી રૂમમાં લઈ જઈને અત્યાચાર કરતો હોવાનો તેના પર આરોપ છે. નાના એવા છોકરાએ તેના પરિવારને આ ઘટનાની જાણ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી પરિવારે તાત્કાલિક ગોવંડી પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને ગંભીરતાથી લઈને પોલીસે પ્યુન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેની પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કાયદા હેઠળ ધરપકડ કરી હતી. પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે CCTV કૅમેરાના ફુટેજની ચકાસણી કરીને અને સ્ટાફની પૂછપરછ કરીને આ મામલાની વધુ તપાસ શરૂ કરી છે.