કાંદિવલીની બાલભારતી દ્વારા રવિવારે સર્જક મધુ રાય સાથે સંવાદનું આયોજન

09 May, 2026 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતી દ્વારા રવિવાર ૧૦ મેએ સાંજે ૬.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે...

મધુ રાય, સતીશ વ્યાસ, સેજલ શાહ

કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતી દ્વારા રવિવાર ૧૦ મેએ સાંજે ૬.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સર્જક મધુ રાય સાથે સતીશ વ્યાસ અને સેજલ શાહ સંવાદ સાધશે. સૌ રસિકો-ભાવકોને આ જાહેર કાર્યક્રમનો ભાગ બનવાનું આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. વધુ માહિતી માટે હેમંત કારિયાનો 98211 96973 નંબર પર અથવા હેમાંગ તન્નાનો 98208 19824 નંબર પર સંપર્ક કરવો.

Education kandivli gujarati community news gujaratis of mumbai mumbai news news