04 November, 2025 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બોરીવલી-ઈસ્ટના રાજેન્દ્રનગરમાં રહેતાં ૫૦ વર્ષનાં હર્ષા કોઠારીને શનિવારે સવારે મલાડના ઇનઑર્બિટ મૉલ નજીકના સિગ્નલ પાસે પાછળથી આવતા એક ડમ્પરે અડફેટે લેતાં તેમનું મૃત્યુ થયું હતું.
બાંગુરનગરના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે હર્ષાબહેન તેમના પતિ અને દીકરી સાથે મલાડના ઇનઑર્બિટ મૉલમાં ખરીદી કરવા સ્કૂટર પર જઈ રહ્યાં હતાં. સવારે ૧૧ વાગ્યે ઇનઑર્બિટ મૉલ નજીકના સિગ્નલ નજીક પહોંચીને સ્કૂટર પાર્ક કરવા માટે સામે જવાની કોશિશ કરતા હતા ત્યારે એક ડમ્પરે તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી. એમાં હર્ષાબહેન જમીન પર પટકાયાં અને ડમ્પર તેમના શરીર પરથી ફરી વળતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. એ પછી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ડમ્પરના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’