ફિલ્મમાં રોલ અપાવવાના બહાને યુવતીની પજવણી, ચારની ધરપકડ

31 July, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ગમાં તેઓ હથિયાર બતાવીને તેને અયોગ્ય સ્પર્શ કરવા માંડ્યા હતા. સ્થળ પર પહોંચીને યુવતીએ ચાલાકીથી તેના સબંધીનો સંપર્ક સાધ્યો હતો અને ફાર્મહાઉસનું લોકેશન એમએનએસના કાર્યકરોને મોકલ્યું હતું.’

પ્રતીકાત્મક તસવીર

એક મહિલા કલાકારને હિન્દી ફિલ્મમાં રોલ અપાવવાનું વચન આપીને તેને ધમકાવવા તથા તેની પજવણી કરવા બદલ પોલીસે થાણે શહેરમાંથી એક મહિલા અને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ૨૪ વર્ષની યુવતીએ ગુરુવારે રાતે કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીઓએ યુવતીને આગામી હિન્દી ફિલ્મ માટે તે શૉર્ટલિસ્ટ થઈ હોવાથી લખનૌથી આવેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરને ગુરુવારે થાણેના જી. બી. રોડ પરના ફાર્મહાઉસમાં મળવા અને રોલ મેળવવા ડિરેક્ટરની માગણી સ્વીકારવા જણાવ્યું હતું.’ 
જોકે યુવતીએ તેનાં માતા-પિતાને આ વિશે જાણ કરી હતી અને એમએનએસની ફિલ્મ વિન્ગનો પણ સંપર્ક સાધ્યો હતો.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ગુરુવારે સાંજે આરોપીઓ યુવતીને કારમાં જે-તે સ્થળે લઈ ગયા હતા. માર્ગમાં તેઓ હથિયાર બતાવીને તેને અયોગ્ય સ્પર્શ કરવા માંડ્યા હતા. સ્થળ પર પહોંચીને યુવતીએ ચાલાકીથી તેના સબંધીનો સંપર્ક સાધ્યો હતો અને ફાર્મહાઉસનું લોકેશન એમએનએસના કાર્યકરોને મોકલ્યું હતું.’
એમએનએસના કાર્યકરોએ સ્થળ પર પહોંચીને આરોપીઓ રાહુલ તિવારી (૩૦ વર્ષ), તેની બહેન કંચન યાદવ (૨૫ વર્ષ), રાકેશ યાદવ (૩૫ વર્ષ) અને બિરાલાલ યાદવ (૩૦ વર્ષ)ને ઝડપી લઈને ગુરુવારે રાતે તેમને કાસરવડવલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે તેમની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai mumbai news