`ખાઓ, પણ વિચારીને`, હવે સિગરેટની જેમ સમોસા અને જલેબી પર પણ હશે Warning Sign!!

15 July, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Junk food Health Warning ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય સંસ્થાઓમાં તેલ અને સાકર બૉર્ડ લગાડવાનો આદેશ આપ્યો છે. હવે જલેબી અને સમોસા જેવા નાસ્તા પર સ્વાસ્થ્યની ચેતવણી દેખાશે જેથી લોકોને ખબર પડશે કે...

જલેબી અને સમોસા (તસવીરો: મિડ-ડે)

Junk food Health Warning ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય સંસ્થાઓમાં તેલ અને સાકર બૉર્ડ લગાડવાનો આદેશ આપ્યો છે. હવે જલેી અને સમોસા જેવા નાસ્તા પર સ્વાસ્થ્યની ચેતવણી દેખાશે જેથી લોકોને ખબર પડશે કે તે જે ખાઈ રહ્યા છે તેનો સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડશે. આ પગલું જંક ફૂડને સિગરેટની જેમ જોખમકારક જણાવવાનુી શરૂઆત છે.

હવે જલેબીની મિઠાસ અને સમોસાની છટપટાહટ સાથે સ્વાસ્થ્યની ચેતવણી પણ આવશે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરના કેન્દ્રીય સંસ્થાનોને `તેલ અને સાકર બૉર્ડ` લગાડવાનો આદેશ આપ્યો છે.

એટલે હવે વેન્ડર્સને જણાવવાનનું રહેશે કે જે નાસ્તો પીરસી રહ્યા છે તેમના સ્વાસ્થ્ય પર કેટલો પ્રભાવ પડે છે અથવા પછી તેમનામાં કેટલી ખાંડને અન્ય કોઈ પદાર્થ છે.

આ પગલું જન્ક ફુડને સિગરેટની જેમ જોખમી જણાવવાની શરૂઆત છે. ટૂંક સમયમાં જ લાડુ, વડાપાઉં અને ભજીયા જેવા ટેસ્ટી નાસ્તાની પાછળ ચેતવણીના બૉર્ડ જોવા મળશે, જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે.

ઉદાહરણ તરીકે, જો તમને ખબર પડે કે એક સમોસામાં કેટલું તેલ છે, તો શું તમે બીજું ખાતાં પહેલા બે વાર નહીં વિચારો?

સાકર અને ટ્રાન્સ ફેટ હવે નવા `તમાકૂ`
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપૉર્ટ પ્રમાણે, એમ્સ નાગપુરના આ આદેશની પુષ્ટિ કરી છે. ટૂંક સમયમાં જ ત્યાંની કૅન્ટીન અને સાર્વજનિક જગ્યાએ પર આ વૉર્નિંગ બૉર્ડ લાગી જશે.

કાર્ડિયોલૉજિકલ સોસાઈટી ઑફ ઇન્ડિયાના નાગપુર ચૅપ્ટરના અધ્યક્ષ અમર અમાલેએ કહ્યું, "આ ખાવાની લેબલિંગને સિગરેટની ચેતવણીઓ જેટલી ગંભીર બનાવવાનું પહેલું પગલું છે. ખાંડ અને ટ્રાન્સ ફેટ હવે નવા `તમાકૂ` છે. લોકોને હક છે કે તે જાણે કે તે શું ખાઈ રહ્યા છે."

માન્યતા છે કે સરકાર ફાસ્ટ ફૂડ પર બૅન મૂકવાને બદલે વૉર્નિંગ બૉર્ડના સહારે લોકોને પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખવાની સલાહ આપશે. એટલે કે હવે દરેક સ્વાદિષ્ટ નાસ્તાની સાથે એક બૉર્ડ પર લખેલું હશે, "ખાઓ, પણ વિચારીને."

ભારતના લોકો પર મેદસ્વીતાનો વધતો પ્રભાવ
ભારતમાં મેદસ્વીતાની બીમારી ઝડપથી પગપેસારો કરી રહી છે. એક અનુમાન પ્રમાણે, 2050 સુધી 44.9 કરોડ ભારતીયો મેદસ્વીતાનો શિકાર હશે. ત્યાર બાદ ભારત આ મામલે ફક્ત અમેરિકાથી પાછળ હશે.

હજી પણ શહેરી વિસ્તારોમાં પાંચમી વયસ્ક વ્યક્તિ મેદસ્વીતાનો સામનો કરી રહી છે. બાળકોમાં મેદસ્વીતા ખરાબ ખાણી-પીણી અને ઓછી શારીરિક ગતિવિધિને કારણે વધી રહી છે. આ આંકડો ચિંતા વધારનારા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનું આ પગલું ખાણી-પીણીની આદતો પર નજર રાખવાનો પ્રયત્ન છે. આ બૉર્ડ માત્ર ચેતવણી જ નહીં આપે પણ સાથે લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે વિચારવાની તક પણ આપશે.

mumbai news nagpur mumbai food news street food