21 May, 2022 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ ફોટો
મુંબઈ : આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે માટે રાહત સમાન પુરવાર થતા સમાચાર જાહેર કરાયા છે. એ મુજબ કોંકણ કિનારાની પટ્ટી પર જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચવા અપેિક્ષત છે. આ વર્ષે ધારણા કરતાં છ દિવસ વહેલાં જ વરસાદી પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. જોકે, ૨૪ મે સુધી મુંબઈમાં હવામાન સૂકું રહેશે એવી આગાહી વેધશાળાએ કરી છે.
ગઈ કાલે સાંજથી જ કોલ્હાપુરમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડતાં ખેતીના પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું. શેરડી સહિત બધા પાકોને વાવાઝોડાની અસર થઈ છે. કાગલ તાલુકામાં બાનગે ખાતે એક ખેડૂતની દોઢ એકર જમીન પરના શેરડીના પાકને નુકસાન થયું છે.