કલવાની સોસાયટીમાં હિટ ઍન્ડ રન : ૪૫ વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો

07 September, 2026 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરે કારની બ્રેકને બદલે ઍક્સેલરેટર પર પગ મૂક્યો, અનેક વાહનો અને લોકોને અડફેટે લીધાં

ખારેગાવની સોસાયટીમાં ગઈ કાલે હિટ ઍન્ડ રનની ઘટના બની એ સ્થળ અને કાર.

કલવામાં ખારેગાવની એક હાઉસિંગ સોસાયટીમાં રવિવારે એક કારે અનેક વાહનો અને લોકોને અડફેટે લેતાં મોટો અકસ્માત થયો હતો. સોસાયટીની અંદર સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત કર્યા બાદ ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ૪૫ વર્ષની મહિલાએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

રવિવારે સવારે કુર્લામાં રહેતો અભિષેક કદમ તેના કઝિનને મળવા ખારેગાવ આવ્યો હતો. ઘરે જતી વખતે તે કાર લઈને સોસાયટીના પરિસરમાંથી હાઇવે તરફ જઈ રહ્યો હતો. એ દરમ્યાન તેણે કારની બ્રેકને બદલે ઍક્સેલરેટર પર પગ મૂકી દીધો હતો અને સોસાયટીની અંદર ઊભેલા રહેવાસીઓ તથા પાર્ક કરેલાં વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માત કર્યા પછી તે ફરાર થઈ ગયો હતો. પોલીસે હિટ-ઍન્ડ-રનનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પાકિસ્તાન ૨૦૦ વિમેન્સ T20 મૅચ રમનાર વિશ્વની છઠ્ઠી ટીમ બની હતી.

mumbai news mumbai kalwa thane thane crime road accident