✕

જો સોસાયટી દ્વારા સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ પ્રોસેસ નહીં થાય તો BMC ફ્લૅટદીઠ ૨૩૫ રૂપિયાનો ચાર્જ લેશે

16 November, 2026 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પગલાનો હેતુ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટના નિયમો લાગુ કરવાનો છે જે મુજબ બલ્ક કચરા જનરેટરો પાસે તેઓ જે કચરાનું નિર્માણ કરે છે

બીએમસી હેડક્વૉર્ટર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગે જે બિલ્ડિંગો તેમના પરિસરમાં ઉત્પન્ન થતા સૉલિડ વેસ્ટ (ઘન કચરા)ને પ્રોસેસ કરવામાં નિષ્ફળ જશે એના દરેક ફ્લૅટદીઠ ૨૩૫ રૂપિયા ચાર્જ વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો સોસાયટી પ્રક્રિયા નહીં કરે તો બલ્કમાં કચરો ઉત્પન્ન કરતા બિલ્ડિંગ પર આ ચાર્જ લાગુ થશે. પ્રતિ ફ્લૅટ ૨૩૫ રૂપિયાની રકમ BMCના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘન કચરાની પ્રક્રિયા કરવા માટે કરવામાં આવતા ખર્ચ પર આધારિત છે જે  આશરે ૩૫૦૦ રૂપિયા પ્રતિ ટન છે. BMC દ્વારા ૩ મહિનાનો ગ્રેસ પિરિયડ આપ્યા પછી ચાર્જ વસૂલવામાં આવશે અને પ્રૉપર્ટી ટૅક્સના બિલ દ્વારા વસૂલવામાં આવશે.

આ પગલાનો હેતુ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટના નિયમો લાગુ કરવાનો છે જે મુજબ બલ્ક કચરા જનરેટરો પાસે તેઓ જે કચરાનું નિર્માણ કરે છે એને પ્રક્રિયા કરવાની મોટી જવાબદારી હોય છે.
આ જરૂરિયાતો રાષ્ટ્રવ્યાપી નિયમનકારી માળખાનો ભાગ છે અને સુપ્રીમ કોર્ટના સતત નિર્દેશો અને દેખરેખ હેઠળ એનો અમલ કરવામાં આવી રહ્યો છે. BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘BMCનું પ્રસ્તાવિત માળખું ફક્ત ચાર્જ લાદવાને બદલે પાલનને સરળ બનાવવાનું છે. હાલમાં મુંબઈ દરરોજ લગભગ ૭૦૦૦ મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન કરે છે અને એ જ પ્રમાણમાં બાંધકામ અને ડિમોલિશનના કાટમાળનો કચરો પણ ઉત્પન્ન કરે છે.’ 

mumbai news brihanmumbai municipal corporation mumbai suburbs mumbai maharashtra government