મુંબઈગરાને તરસાવી રહ્યો છે વરસાદ

26 June, 2022 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદ નહીં પડે તો મુંબઈગરાએ વધુ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે

ફાઇલ તસવીર

એકાદ-બે દિવસ મુંબઈમાં છૂટોછવાયો પડીને મુંબઈગરાને હાથતાળી દઈ ગયેલો વરસાદ હવે ક્યારે ધોધમાર વરસે એની મુંબઈગરા રાહ જોઈ રહ્યા છે. રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર મુંબઈ દ્વારા શનિ-રવિમાં મુંબઈ, થાણેમાં કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે અને બાકી ઘણી જગ્યાએ છૂટાંછવાયાં ઝાપટાં પડી શકે એવી આગાહી કરી હતી. જોકે ગઈ કાલે તો મુંબઈ કે થાણેમાં ખાસ વરસાદ પડ્યો નહોતો. હવે આજે શું થાય છે એના પર મુંબઈગરાની નજર મંડાયેલી છે.

વરસાદ પાછો ખેંચાતાં હાલ તો મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોના ઉપરવાસ વિસ્તારમાં ખાસ વરસાદ પડ્યો નથી અને એથી આગળ જતાં પરિસ્થિતિ વણસે તો વધુ હાડમારી ન ભોગવવી પડે એથી બીએમસીએ સોમવારથી ૧૦ ટકા પાણીકાપ લાગુ કર્યો છે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં પડે તો મુંબઈગરાએ વધુ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે. 

mumbai mumbai news Weather Update mumbai weather mumbai monsoon mumbai rains