Mumbai Rains: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, મુંબઈમાં રેડ એલર્ટ જાહેર

21 July, 2021 03:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં ભારે વરસાદને પગેલ આઈએમડી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે થાણે અને નવી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને કારણે કલ્યાણમાં પાણી ભરાયા (તસવીરઃ સમીર માર્કંડે)

મુંબઈ છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે.   તેવામાં ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર કર્યુ છે.  બુધવારે થાણે અને નવી મુંબઈમાં `ઓરેન્જ એલર્ટ` જારી કર્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 

પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, અગાઉ  શહેરમાં `ઓરેન્જ એલર્ટ` હતું પરંતુ સ્થિતિ જોતા અને અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી હવે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું હતું કે, આજે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી થોડા દિવસોમાં. ધોધમાર વરસાદ પડી શકે છે.  દક્ષિણ ગુજરાતના કાંઠેથી કર્ણાટક સુધી ફેલાયેલા પ્રેશરને કારણે વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. આ સાથે જ ભારે પવન ફુંકાવવાની સંભાવના છે.  કોંકણ અને  મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 

આ દરમિયાન મુંબઇ, જે અગાઉ ઓરેન્જ એલર્ટ હેઠળ હતું તે હવે રેડ એલર્ટ પર છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, શહેરના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર મુંબઇએ ટ્વિટ કર્યું હતું, કેટલાક વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.  મંગળવારે સવારે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જે સિઝનના સરેરાશ વરસાદના 85 ટકા જેટલો છે.

મળતી માહિતી મુજબ જુલાઇમાં 840.7 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વખતે  અત્યાર સુધીમાં 958.4 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. સપ્તાહના અંતમાં શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા જુલાઇ માસમાં પડતા વરસાદની સરેરાશને પાર થઈ ગયો છે.  જુલાઇ 18-19ના રોજ મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કહેર સર્જાયો હતો. રસ્તા અને રેલ ટ્રાફિકને અસર થતાં શહેરના અનેક ભાગોમાં ભારે પાણી ભરાયા હોવાના અહેવાલ છે. વરસાદને લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા 42 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા 23 જુલાઇ સુધી મુંબઇ, થાણે અને પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.  કરી છે. આજે એટલે કે બુધવારે પણ મુંબઈમાં વરસાદ પડવાનું ચાલુ છે. પરંતુ આજે વિસ્તારોમાં ક્યાંય વધારે પાણી ભરાયાના સમાચાર નથી, જે રાહતની વાત છે. જોકે સામાન્ય ટ્રેન સેવાઓ શરૂ છે. 

પૂનાના હવામાન સંશોધન અને સેવાઓના વડા કે.એસ. હોસલીકરે ટ્વિટ કર્યું હતું કે છેલ્લા ત્રણ કલાકમાં મુંબઇ, થાણે અને નજીકના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડ્યો છે, જેમાં થોડા સ્થળોએ વરસાદની માત્રા 40 મીમીથી વધુ થઈ ગઈ છે. બસ સેવા કે ઈલેકટ્રિક સેવામાં હવે કોઈ અવરોધ નથી. રવિવારે અને સોમવારે ભારે વરસાદને કારણે જે ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી, તે પણ સમાન્ય રીતે દોડી રહી છે. 

mumbai mumbai news mumbai rains thane navi mumbai