29 April, 2025 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રિજ
વિક્રોલી-વેસ્ટમાં એલબીએસ માર્ગ પર આવેલા મહત્ત્વના ગાંધીનગર જંક્શન પર જોગેશ્વરી– વિક્રોલી લિન્ક રોડ ફ્લાયઓવર અને મેટ્રો–૪ (કાસારવડવલીથી વડાલા) અને મેટ્રો–૬ (સ્વામી સમર્થ નગર – લોખંડવાલા અંધેરીથી વિક્રોલી) મળે છે. આ સ્પૉટ પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વાર મેટ્રો-૪ માટેનો ૩૦ મીટર લાંબો ગર્ડર સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યો હતો. મેટ્રો-૪ આ સ્પૉટ પર કુલ ૬૨.૭ મીટર લાંબો ૫૪૦ મેટ્રિક ટન વજનનો પુલ ૨૪ મીટરની ઊંચાઈ પર બનાવી રહી છે જેમાંનો આ પહેલો ગર્ડર હતો. ડિસેમ્બર ૨૦૨૬ સુધી કૅડબરી જંક્શનથી વિક્રોલી સુધીનો તબક્કો ચાલુ કરવાનો ટાર્ગેટ છે.