સરકારના મનમાં માતાજી વસશે?

26 September, 2021 08:30 AM IST  |  Mumbai | Rohit Parikh

મહારાષ્ટ્રમાં પણ ગુજરાતની જેમ શેરી અને સોસાયટીઓમાં પરંપરાગત ગરબા રમવાની છૂટ મ‍ળે એવી ડિમાન્ડ થઈ રહી છે, પણ સત્તાવાળાઓ કહે છે કે અમે હજી કંઈ વિચાર્યું નથી

સરકારના મનમાં માતાજી વસશે?

કોરોના મહામારીને લીધે ગઈ નવરાત્રિમાં સરકારી નિયંત્રણો હોવાથી રાસ-ગરબાના અનેક ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતા. જોકે આ વર્ષે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સોસાયટી અને ફ્લૅટના ગરબા, દુર્ગાપૂજા, વિજયા દસમીનો ઉત્સવ અને શરદપૂર્ણિમા ઉત્સવ ૪૦૦ વ્યક્તિની મર્યાદામાં ઊજવવાની છૂટ મળતાં ગુજરાતના યુવાનો અને રાસ-ગરબાના ખેલૈયાઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના આ સમાચાર સાંભળ્યા પછી મુંબઈના યુવાનો અને રાસ-ગરબાના ખેલૈયાઓ દ્વારા મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈની મહાનગરપાલિકાએ ૭ ઑક્ટોબરથી મંદિરોની સાથે સોસાયટીઓ અને બિલ્ડિંગોમાં અને નાના પાયે થતી માતાજીની ભક્તિ તેમ જ નવરાત્રોત્સવમાં રાસ-ગરબાની કોવિડના પ્રોટોકોલ સાથે રમવાની છૂટ આપવી જોઈએ એવી જોરશોરથી માગણી શરૂ થઈ છે.

 અમે આજ સુધી નવરાત્રોત્સવ બાબતમાં છૂટછાટ આપવા માટે કોઈ જ નિર્ણય લીધો નથી. અમે એવો કોઈ નિર્ણય લઈશું તો જણાવીશું. - સુરેશ કાકાણી, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર

Mumbai mumbai news rohit parikh navratri