નવી મુંબઈમાં ટ્રેનમાં મુસાફર કરતી મહિલાઓએ સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ, વાંચો વિગત

04 December, 2021 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી મુંબઈની મોટા ભાગની મહિલાઓએ જણાવ્યું કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓ સુરક્ષા અનુભવતી નથી.

તસવીરઃ આશિષ રાજે

ભારતીય રેલ્વે અનુસાર મુંબઈ (Mumbai)માં દરરોજ લગભગ આઠ લાખ મહિલાઓ ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ રેલ્વે સત્તાવાળાઓ માટે મહિલાઓની સુરક્ષા અને સલામતી હંમેશા એક મુશ્કેલીનો મુદ્દો રહ્યો છે.

નવી મુંબઈની મોટી સંખ્યામાં મહિલા મુસાફરો કે જેઓ વિષમ કલાકો દરમિયાન હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઈનો પર મુસાફરી કરે છે તેઓએ સ્વીકાર્યું છે કે અપૂરતી સુરક્ષા, બહારના અસામાજિક તત્વોને કારણે તેઓ ટ્રેનની અંદર તેમજ પ્લેટફોર્મ પર સુરક્ષિત અનુભવતા નથી.      

નેરુલ, કે જે 60,000 લોકોની સંખ્યાને જુએ છે અને તે નવી મુંબઈના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. સ્ટેશનની પશ્ચિમ બાજુએ દારૂની દુકાન છે. મુસાફરોનો આરોપ છે કે કેટલાક લોકો તે દુકાનની બહાર દારૂ પીવે છે અને પ્લેટફોર્મ પાસે સૂઈ જાય છે.

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ઉલ્વેની રહેવાસી 31 વર્ષીય જ્યોતિકા પીએ પોલીસ સત્તાવાળાઓને શરાબીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેણીએ કહ્યું કે ઘણીવાર શરાબીઓને પ્લેટફોર્મની નજીક અથવા સ્ટેશનની બહાર પડેલા જોયા છે. પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

જુઇનગર અને સાનપાડા સ્ટેશન પર પણ વાર્તા અલગ નથી. કારણ કે મુસાફરો ઘણીવાર સાંજના સમયે કોમર્શિયલ સેક્સ વર્કર સાથે આવે છે. મહિલા પ્રવાસીઓના મતે, સેક્સ વર્કર્સ મહિલા મુસાફરોની સુરક્ષા માટે ખતરો ન હોઈ શકે, પરંતુ તેમની પાસે જનારા પુરુષો ખતરો બની શકે છે.

બીજી તરફ વાશીની 35 વર્ષીય રહેવાસી ઉપાસના શર્માએ જણાવ્યું કે વાશી સ્ટેશન પાસે બે અંડરપાસ છે. જો કે, સુરક્ષા માટે દિવાલોના અભાવે લોકો ગેરકાયદેસર રીતે પ્લેટફોર્મમાં બાજુઓથી પણ પ્રવેશ કરી શકે છે. ગુનેગારો આ છટકબારીઓ જાણે છે અને આમ, મુસાફરો પાસેથી ચેન, મોબાઈલ ફોન અથવા બેગ છીનવીને તે માર્ગો પરથી સરળતાથી ભાગી જાય છે. આ સ્ટેશનમાં ઘણી જગ્યાએ લાઇટ પણ નથી. 

નવી મુંબઈ અને થાણેને જોડતી ટ્રાન્સ-હાર્બર લાઇન પર પણ ફટકા ગેંગનો ખતરો છે.

આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં, વાશી જીઆરપીએ કુલ 167 એફઆઈઆર નોંધી હતી અને તેમાંથી એક મહિલા પર જાતીય હુમલો પણ થયો હતો. જ્યારે પનવેલ જીઆરપીએ તે સમયગાળામાં 286 એફઆઈઆર દાખલ કરી છે.

વાશી GRPના વરિષ્ઠ નિરીક્ષક વિષ્ણુ કેસરકરે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે અમને 175 હોમગાર્ડ મળ્યા છે અને અમે ટ્રેનોમાં તેમજ પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. અમે નેરુલ સ્ટેશન પર શરાબીઓના મુદ્દાથી વાકેફ છીએ અને અત્યાર સુધીમાં તે લોકો વિરુદ્ધ ઘણી એફઆઈઆર નોંધાઈ છે. તાજેતરમાં અમે નેરુલ સ્ટેશનની બહાર રાત્રે ગેરકાયદેસર રીતે દારૂ વેચતા કેટલાક લોકોની પણ ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 25,000 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. 

પનવેલ પ્રવાસી સંઘના પ્રમુખ ભક્તિ દવેએ સત્તાવાળાઓને વધુ મહિલા પોલીસ અધિકારીઓ પ્રદાન કરવા વિનંતી કરી છે કારણ કે ખાલી ડબ્બામાં મહિલા મુસાફરો રાત્રે મુસાફરી કરતી વખતે પુરૂષ જીઆરપી અધિકારીઓનો સંપર્ક કરવામાં અચકાય છે.

 

mumbai mumbai news navi mumbai mumbai trains