27 July, 2026 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાલક્ષ્મીમાં બની રહેલો ટ્રાવેલેટર-ઇક્વિપ્ડ સ્કાયવૉક
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મહાલક્ષ્મી મલ્ટિ-મૉડલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું લગભગ ૯૦ ટકા કામ પૂરું કરી લીધું છે. સંત ગાડગે મહારાજ ચોક મોનોરેલ સ્ટેશન, મેટ્રો 3 અને મહાલક્ષ્મી રેલવે-સ્ટેશનને ભારતના પ્રથમ ટ્રાવેલેટરથી સજ્જ સ્કાયવૉક દ્વારા એકસાથે જોડાશે. ટ્રાવેલેટર મોટા ભાગે ઍરપોર્ટ પર ઉપલબ્ધ હોય છે જેથી સામાન લઈને મુસાફરોએ લાંબું ચાલવું ન પડે. એ માટે સરકતા રસ્તાની સુવિધા આપવા ટ્રાવેલેટર મૂકવામાં આવે છે. એક વાર કાર્યરત થયા પછી ઇન્ટિગ્રેટેડ ઇન્ટરચેન્જ ટ્રાન્સફર આશરે ૨૦ મિનિટ બચાવશે. આ પ્રોજેક્ટ એક પણ વૃક્ષ કાપ્યા વિના અમલમાં મૂકવામાં આવ્યો છે એવો દાવો MMRDAએ કર્યો છે.
આશરે ૨૮૩ મીટર લાંબો ઇન્ટિગ્રેટેડ ફુટ ઓવર બ્રિજ
મુસાફરોની સરળ અવરજવર માટે ૧૧ મીટર પહોળું સ્ટ્રક્ચર
૧૭૬ મીટરની સંયુક્ત લંબાઈવાળાં છ ટ્રાવેલેટર
સાર્વત્રિક સુલભતા માટે બે પૅસેન્જર લિફ્ટ
દર કલાકે આશરે ૪૫૦૦ મુસાફરોને સમાવવાની ક્ષમતા