સ્લો ટ્રેનોમાં સુપરફાસ્ટ ચાર્જના નામે રેલવેએ પ્રવાસીઓ પાસેથી ૧૬૮ કરોડ રૂપિયા ખંખેરી લીધા

15 August, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરેરાશ ગતિ મુસાફરીના સમય દ્વારા એન્ડ-ટુ-એન્ડ અંતરને વિભાજિત કરીને નક્કી કરવામાં આવે છે

ફાઇલ તસવીર

ભારતીય રેલવેએ ઓછી ઝડપ ધરાવતી ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેથી ‘સુપરફાસ્ટ ચાર્જ’ના નામે ૨૦૨૨ના એપ્રિલથી ૨૦૨૩ના માર્ચ વચ્ચે ૧૬૮ કરોડ રૂપિયા મેળવ્યા હોવાનો ખુલાસો કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (CAG)ના અહેવાલમાં કરવામાં આવ્યો હતો. સુપરફાસ્ટ સરચાર્જ એ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ગતિ જાળવી રાખતી ટ્રેનની ટિકિટ પર લેવામાં આવતો વધારાનો ચાર્જ છે. સરેરાશ ગતિ મુસાફરીના સમય દ્વારા એન્ડ-ટુ-એન્ડ અંતરને વિભાજિત કરીને નક્કી કરવામાં આવે છે.

ઇન્ટિગ્રેટેડ કોચ મૅનેજમેન્ટ સિસ્ટમ (ICMS) ડેટાની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે ઑડિટ દ્વારા દર્શાવેલી ૧૯૦ ટ્રેનોમાંથી ૧૦૦ ટ્રેનો ૨૦૨૬ના માર્ચ મહિના સુધી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે કાર્યરત છે. આમ છતાં સંબંધિત ઝોનલ રેલવેએ આ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો પર સુપરફાસ્ટ સરચાર્જ વસૂલ કરવાનું ચાલુ રાખ્યું છે, જે દર્શાવે છે કે રેલવે મંત્રાલય દ્વારા ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં જાહેર કરાયેલી સૂચનાઓ હજી સુધી લાગુ કરવામાં આવી નથી.

CAGએ રેલવેને ટ્રેનના સમયપત્રકમાં સુધારો કરવા અને સુપરફાસ્ટ શ્રેણીમાં આવતી ટ્રેનોને જ સુપરફાસ્ટ જાહેર કરવા અને એ મુજબ ચાર્જ વસૂલ કરવાની વિનંતી પણ કરી હતી. 

indian railways western railway central railway mumbai mumbai news