04 May, 2025 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ નિમિત્તે આજે પહોંચી જાઓ અલ્લુ અને અર્જુનને જોવા
આજે ઇન્ટરનૅશનલ લેપર્ડ ડે છે અને ભાયખલાના વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન વ પ્રાણીસંગ્રહાલયમાં એટલે કે રાણીબાગમાં એની ખાસ ઉજવણી થઈ રહી છે. અહીં એક દીપડીનું નામ અલ્લુ છે અને દીપડાનું નામ અર્જુન છે.
અલ્લુ-અર્જુનની આ ફેમસ જોડી આજે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
આ ઝૂમાં જો જવાના જ હો તો સાથે અહીં ઇન્ટરનૅશનલ મકાક વીકની ઉજવણીમાં પણ સહભાગી થઈ શકો છો. આફ્રિકન પ્રજાતિના લંગૂરને મકાક કહેવાય છે. આજે અને આવતી કાલે દીપડા અને મકાક બન્ને વન્ય પ્રજાતિ વિશે ઘણીબધી મનોરંજક પ્રવૃત્તિઓ અને જાગૃતિ કાર્યક્રમોમાં પણ સહભાગી થઈ શકાશે.