06 November, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૂપર હોસ્પિટલ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત જુહુની કૂપર હૉસ્પિટલની બ્લડ-બૅન્કનું લાઇસન્સ રદ કરવાનો આદેશ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આપવામાં આવ્યો છે. નિયમોનું પાલન ન કરવા બદલ બહુદ્દેશ્ય સેવાભાવી વિકાસ સંસ્થાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યવાહી ફક્ત બે દિવસ પૂરતી જ મર્યાદિત હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.
દસ્તાવેજોને યોગ્ય રીતે પ્રસ્તુત ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ૯૦ દિવસ પહેલાં જ નોટિસ મોકલવામાં આવી હોવા છતાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ FDAએ મુંબઈની ૩ બ્લડ-બૅન્કનાં લાઇસન્સ રદ કર્યાં હતાં. રક્તદાન કરનારાઓને બ્રૅન્ડેડ ઘડિયાળ આપીને રક્તદાન કરવા મજબૂર કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ મુજબ રક્તદાન સંપૂર્ણપણે સ્વેચ્છાએ કરવામાં આવતું કૃત્ય છે અને એ બદલ કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવું અથવા એના બદલામાં પૈસા કે અન્ય કોઈ ભેટ આપવી એ ગુનો છે.