મુંબઈમાં વધશે ઠંડી, નવા વર્ષમાં આવું રહેશે વાતાવરણ

27 December, 2021 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર

પહાડોથી માંડીને મેદાનો સુધી શિયાળાની ઠંડી પડી રહી છે. પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીત લહેર છે. દરમિયાન, હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તરીય વિસ્તારોમાં વરસાદની અસર મુંબઈના હવામાન પર પડી શકે છે. આ વરસાદને કારણે મુંબઈમાં ઠંડી વધવાની શક્યતા હવામાનશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. જેના કારણે મુંબઈકરોને નવા વર્ષની શાનદાર શરૂઆત થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન ચાલુ છે. 28 ડિસેમ્બર સુધી રાજસ્થાનના પશ્ચિમ અને ઉત્તરીય ભાગો, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ભાગોમાં છૂટાછવાયો અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રી દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે “28 પછી વાદળો આગળ વધશે ત્યારે ઉત્તર દિશાનો પવન ફૂંકાશે અને તેના વહેણને કારણે મુંબઈમાં ઠંડી વધુ વધી શકે છે.”

દિનેશ મિશ્રાએ કહ્યું કે લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 26થી 27 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહી શકે છે. પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે લઘુત્તમ તાપમાન સાંતાક્રુઝ વેધશાળામાં 18 ડિગ્રી સેલ્સિયસ અને કોલાબા વેધશાળામાં 21.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે લઘુત્તમ પારો સાંતાક્રુઝમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ અને શનિવારે કોલબામાં 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

શનિવારની જેમ રવિવારે પણ મુંબઈમાં હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણીમાં રહી હતી. મઝગાંવ સિવાયના તમામ નવ મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા `સારી` અને `મધ્યમ` શ્રેણીમાં નોંધવામાં આવી હતી. મઝગાંવની હવાની ગુણવત્તા 225 AQI સાથે નબળી શ્રેણીમાં રહી હતી. સમગ્ર મુંબઈમાં હવાની ગુણવત્તા 97ના AQI સાથે સંતોષકારક શ્રેણીમાં રહી છે.

mumbai news mumbai