01 April, 2026 09:19 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
પૂ. સુવિધિબાઈ મ.સ.
મુંબઈના અમરસન્સ પરિવારના અનશન આરાધક ડુંગરશી ટોકરશી વોરાનાં ધર્મપત્ની ઝવેરબહેન અને કચ્છ મોટી પક્ષના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા. તથા પૂ. તારામતીબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ. સુવિધિબાઈ મ.સ.એ ૧૨ માર્ચે આજીવન સંથારો કચ્છ-બિદડા ખાતે પૂ. તારાચંદજી મ.સા.ના શ્રીમુખે અંગીકાર કર્યો હતો અને ૩૦મી માર્ચે ૧૯મા ઉપવાસે સંથારો સીઝી ગયો હતો. પૂ. મહાસતીજીની ઉંમર ૮૩ વર્ષ અને દીક્ષાપર્યાય પાંચ વર્ષનો હતો. ગઈ કાલે મહાવીર જયંતીએ ૩૧ માર્ચે બપોરે બે વાગ્યે તારામતી યોગા હૉલ, બિદડા સર્વોદય હૉસ્પિટલ ખાતેથી પાલખીયાત્રા નીકળી હતી અને સાંજે પાંચથી ૬ વાગ્યા દરમ્યાન ગુણાનુવાદ સભા યોજાઈ હતી. ખંડાલા-લોનાવલા ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.