14 November, 2024 09:09 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઝારખંડ વિધાનસભામાં પહેલા તબક્કામાં ૪૩ બેઠકો માટે ગઈ કાલે ૬૬.૧૬ ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચે રાત્રે સાડાનવ વાગ્યે જણાવ્યું હતું. ૧૦ બેઠકો એવી છે જ્યાં મતદાનનો આંકડો ૭૦ ટકાને પાર કરી ગયો છે. આવી બેઠકોમાં ઘાટશિલા, લાતેહર અને બિશુનપુરમાં ૭૦ ટકા, સિસઈ અને સરાયકેલામાં ૭૧ ટકા, માંડા અને પોટકામાં ૭૨ ટકા, લોહરદગામાં ૭૩ ટકા, બહરાગોડામાં ૭૬ ટકા અને ખરસાવાંમાં ૭૭.૩૨ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં ૬૩.૭૫ ટકા મતદાન થયું હતું અને આમ આ વખતે એનાથી પણ વધારે મતદાન થયું છે.