આપણા જજ હવે સુપર સંસદની જેમ કામ કરે છે, કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ ન આપી શકે

19 April, 2025 07:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના નિર્દેશની કરી ટીકા

જગદીપ ધનખડ

આપણી પાસે એવા જજ છે જે કાયદો બનાવશે, કાર્યપાલિકાની જેમ કામ કરશે, સુપરસંસદની જેમ કામ કરશે અને તેમની કોઈ જવાબદારી નહીં રહે કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ થશે નહીં. નવી દિલ્હીમાં એક જજના ઘરેથી બેનામી રોકડ મળી આવી, ૭ દિવસ સુધી કોઈને એની ખબર ન પડી. કેસમાં કોઈ ખાસ કાર્યવાહી હાથ ધરાઈ નથી. શું આ વિલંબ સમજી શકાય? શું આ માફી માની લઈએ? શું આનાથી કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા થતા નથી?’

mumbai news mumbai delhi supreme court political news