06 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરીટ સોમૈયા
ભાંડુપ-વેસ્ટમાં આવેલી ભાંડુપ ગ્રેટ ઈસ્ટર્ન હાઉસિંગ સોસાયટીના ગ્રાઉન્ડ, પરિસર, ફુટપાથ અને બાજુમાં આવેલા રસ્તામાં નમાજ પઢવામાં આવે છે. આનાથી સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી થઈ રહી હોવાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ગઈ કાલે આ વિસ્તારની મુલાકાત કરી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા મસ્જિદના નામે લૅન્ડ જેહાદ કરવાની સાથે ગેરકાયદે લાઉડ સ્પીકર વગાડીને નમાજ પઢવામાં આવતી હોવાથી એની સામે કાર્યવાહી કરવાની તેમણે પોલીસ સમક્ષ માગણી કરી હતી. ગઈ કાલે શુક્રવાર હતો ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમો નમાજ પઢવા પહોંચ્યા હતા. ત્યારે કોઈ ગરબડ ન થાય એ માટે મસ્જિદની આસપાસ ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.