માણસના ગ્લોબલ વૉર્મિંગના પાપનો થયા મૂંગા જીવો શિકાર

01 May, 2022 09:25 AM IST  |  Mumbai | Suraj Pandey

એપ્રિલમાં હીટ-સ્ટ્રોક અને ગંભીર ડીહાઇડ્રેશનથી ૧૫૦થી વધુ પશુ-પંખીઓ બીમાર પડવાના કેસ નોંધાયા

ફાઇલ તસવીર

ઉનાળાની બળબળતી ગરમીનો મનુષ્યો જ નહીં, પાળેલાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ શિકાર બની રહ્યાં છે. પરેલમાં આવેલી બાઈ સાકરબાઈ દિનશૉ પેટિટ હૉસ્પિટલ ફૉર ઍનિમલ્સમાં ૧૫૦થી વધુ કેસ નોંધાયા છે જેમાં પક્ષીઓ હીટ-સ્ટ્રોક અને ગંભીર ડીહાઇડ્રેશનને કારણે બીમાર પડી ગયાં હતાં. ડૉક્ટરોના જણાવ્યા મુજબ ૨૦૧૯ કરતાં આ વખતે ઘણા વધુ કેસ નોંધાયા છે. 
એપ્રિલમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો દિવસ દરમ્યાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વધુ પડતી ગરમીને કારણે પાળેલાં પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં પક્ષીઓને પરેલની ઍનિમલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

બાઈ સાકરબાઈ દિનશૉ પીટિટ હૉસ્પિટલના ડૉક્ટર મયૂર ડાંગરે જણાવ્યું હતું કે ‘માર્ચ મહિનામાં લગભગ ૧૦૦ જેટલાં પક્ષીઓને હીટ-સ્ટ્રોક અને ગંભીર ડીહાઇડ્રેશનને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એપ્રિલમાં આ આંકડો ૧૫૦ પર પહોંચ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હીટ-સ્ટ્રોક અને ગંભીર ડીહાઇડ્રેશનના આટલા વધુ કેસ નોંધાયા નથી. ૨૫થી ૩૦ જેટલા કાઇટ્સ, ૩૦ જેટલાં કબૂતર તેમ જ કોયલ, કાગડો અને અન્ય પક્ષીઓને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.’

mumbai mumbai news