કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલને ગ્લોબલ રેન્કિંગમાં મળ્યું ખાસ સ્થાન

24 April, 2025 09:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટા દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ હોસ્પિટલ્સ 2025ની ગ્લોબલ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું, પ્રતિષ્ઠાસભર વૈશ્વિક સન્માન જે ક્લિનિકલ શ્રેષ્ઠતા અને દર્દીઓ પર કેન્દ્રિત નવીનતાને મજબૂત બનાવે છે

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને મળ્યું આ મોટું સર્ટિફિકેટ

મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને સ્ટેટિસ્ટાના સહયોગમાં ન્યૂઝવીક દ્વારા પ્રતિષ્ઠિત વર્લ્ડ્સ બેસ્ટ હોસ્પિટલ્સ 2025માં સ્થાન મળ્યું છે જે હોસ્પિટલની ક્લિનિકલ ઉત્કૃષ્ટતા, ટેક્નોલોજીકલ નવીનતા અને દર્દી-પ્રથમ અભિગમનું નોંધપાત્ર સન્માન છે. 

ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટા દ્વારા વૈશ્વિક મૂલ્યાંકનમાં 30 દેશોની 2,445 હોસ્પિટલોની આકારણી કરવામાં આવી હતી જે આ સન્માનને વૈશ્વિક સ્તરે હોસ્પિટલની પ્રતિષ્ઠાનો સંકેત આપે છે. તે નવીનતા, પર્સનલાઇઝેશન અને દર્દી-પ્રથમ સંભાળ થકી વિશ્વમાં શ્રેષ્ઠ હોય તેની સમકક્ષના હેલ્થકેર માપદંડોને પુનઃવ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં શ્રેષ્ઠ ક્રમની હોસ્પિટલ્સમાં ગર્વભર્યું સ્થાન ધરાવે છે.

વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની રેન્કિંગ એ ખૂબ જ વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત વૈશ્વિક મૂલ્યાંકન છે જે ક્લિનિકલ પર્ફોર્મન્સ, દર્દીઓના અનુભવ, હોસ્પિટલ ક્વોલિટી ઇન્ડિકેટર્સ અને મેડિકલ પ્રોફેશનલ્સની ગ્લોબલ પેનલ તરફથી ઇનપુટ્સ સહિતના વિવિધ મહત્વના પરિબળો પર હોસ્પિટલ્સનું મૂલ્યાંકન કરે છે. કોકિલાબેન હોસ્પિટલનો આ પ્રતિષ્ઠિત યાદીમાં સમાવેશ હોસ્પિટલ કેર અને સુરક્ષામાં વૈશ્વિક માપદંડો સાથે સંસ્થાની સંલગ્નતા દર્શાવે છે. 

આ સીમાચિહ્ન ડોક્ટર્સ, નર્સ, સ્પેશિયાલિસ્ટ્સ અને સપોર્ટ સ્ટાફની હોસ્પિટલની સમર્પિત ટીમના પ્રયાસોની ઊજવણી કરે છે જેઓ સામૂહિક રીતે કરુણા, નવીનતા અને ક્લિનિકલ ચોક્સાઇની સંસ્કૃતિ જાળવી રાખે છે. હોસ્પિટલનું વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ટેક્નોલોજી, મજબૂત ફુલ ટાઇમ સ્પેશિયાલિસ્ટ સિસ્ટમ અને વિવિધ પ્રકારની સંભાળ તેમજ ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ્સ, એઆઈ સંચાલિત ડાયગ્નોસ્ટિક્સ અને ન્યૂનતમ આક્રમક હસ્તક્ષો જેવી આધુનિક ટેક્નોલોજીઓનું તેનું સંકલન સતત દર્દીઓની સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરે છે. 

આ જાહેરાત સૌના માટે વિશ્વકક્ષાની હેલ્થકેર સુલભ બનાવવાના કોકિલાબેન હોસ્પિટલના વિઝનનું મજબૂત સમર્થન કરે છે. જટિલ સર્જિકલ પ્રોસીજર્સથી માંડીને ઉચ્ચ કક્ષાની સંશોધન પહેલ સુધી સંસ્થાના પરિણામો તથા ઓપરેશનલ ઉત્કૃષ્ટતા પરના અવિરત ધ્યાને તેને ભારત તથા વિશ્વભરમાં દર્દીઓ માટે વિશ્વાસની મશાલ બનાવી છે. 

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ ડો. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે ભારત તથા વિશ્વમાં શ્રેષ્ઠ હોસ્પિટલ્સ પૈકીની એક તરીકે સન્માનિત થવું તે કરુણા અને દર્દી પ્રથમની સંભાળની અમારી સંસ્કૃતિને નમન છે. અમારી હોસ્પિટલ વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ટેક્નોલોજી, અનોખી ફુલ ટાઇમ સ્પેશિયાલિસ્ટ સિસ્ટમ તથા સર્વાંગી બહુવિધ સંભાળના મિશ્રણ થકી માપદંડો સ્થાપવાનું ચાલુ રાખે છે. અમે ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સનો લાભ લેવાનું, સતત અમારી સંભાળના માર્ગો વધારવાનું અને સંશોધન સહયોગને પ્રોત્સાહનો આપવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. આ સન્માન હેલ્થકેર પૂરી પાડવામાં નવા માપદંડો સ્થાપવાના અને અમે જેમની સંભાળ રાખીએ છીએ તેવા દરેક દર્દીના જીવનને સુધારવાના અમારા વિઝનનો પુનરોચ્ચાર કરે છે. 

વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની રેન્કિંગ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાસભર તબીબી સંભાળ ઇચ્છતા દર્દીઓ માટે વિશ્વસનીય ગ્લોબલ રેફરન્સ બને છે. કોકિલાબેન હોસ્પિટલે આ પ્રતિષ્ઠિત યાદીમાં મેળવેલું સ્થાન ભારત જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર એક અગ્રણી હેલ્થકેર સ્થળ તરીકેની તેની પ્રતિષ્ઠાનો પુનરોચ્ચાર કરે છે.

kokilaben dhirubhai ambani hospital mukesh ambani reliance kokilaben ambani mumbai news mumbai