✕

વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ વેર્યા ૧૯ કરોડ રૂપિયા

21 November, 2026 08:14 AM IST  |  Kolhapur | Gujarati Mid-day Correspondent

ફૅન્સી નંબર-પ્લેટ મેળવવા માટે કોલ્હાપુરના વાહનમાલિકોએ પૈસા ખર્ચીને RTOને ૧૯ કરોડ રૂપિયાનો વધારાની મહેસૂલ મેળવી આપી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પોતાની મનગમતી નંબર-પ્લેટ મેળવવા માટે આ વર્ષે સૌથી વધુ ખિસ્સાં મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના લોકોએ ખાલી કર્યાં હોવાનું હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ બહાર પાડેલા આંકડાઓ મુજબ કોલ્હાપુરવાસીઓએ આ વર્ષે ૧૯ નવેમ્બર સુધી પોતાને જોઈતી હોય એવી નંબર-પ્લેટ મેળવવા માટે ૧૯ કરોડ રૂપિયા ખર્ચીને RTOની તિજોરી ભરી છે. ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના માલિકોને પોતાના વાહન પ્રત્યે જેટલો પ્રેમ હોય છે એટલો જ પ્રેમ એની નંબર-પ્લેટ પ્રત્યે હોય છે અને પોતાની મનગમતી નંબર-પ્લેટ રાખવાના શોખ માટે લોકો ગમે એટલા પૈસા ચૂકવવા પણ રાજી હોય છે જેમાં આ વર્ષે પહંલો નંબર કોલ્હાપુરવાસીઓએ મેળવ્યો છે. RTOના આંકડાઓ મુજબ ૨૦૨૬માં કોલ્હાપુરમાં ૧૮,૬૦૦ લોકોએ પોતાનાં વાહનો માટે મનગમતી ફૅન્સી નંબર-પ્લેટ માટે અરજી કરીને એના માટે પૈસા ચૂકવ્યા હતા. ફૅન્સી નંબર-પ્લેટ મેળવવા માટે કોલ્હાપુરના વાહનમાલિકોએ પૈસા ખર્ચીને RTOને ૧૯ કરોડ રૂપિયાનો વધારાની મહેસૂલ મેળવી આપી હતી.

કોલ્હાપુરવાસીઓને ફૅન્સી નંબર-પ્લેટનો ક્રેઝ

કોલ્હાપુરના લોકોમાં આ વર્ષે ફૅન્સી અને પોતાને મનગમતી નંબર-પ્લેટનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. એમાં પણ ખાસ કરીને 6666, 7777, 1111, 2222 અને 4747 આંકડા ધરાવતી નંબર-પ્લેટની સૌથી વધુ માગણી જોવા મળી હતી. અનેક લોકો તો પહેલાં પોતાને ગમતી નંબર-પ્લેટ મળે પછી જ વાહન ખરીદતા હોવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. 

નંબર-પ્લેટથી ઓળખાય છે કુટુંબ, આવું અનોખું ગામ કોલ્હાપુરનું

ફૅન્સી નંબર-પ્લેટનો મોહ કોલ્હાપુરના પ્રયાગ ચિખલી ગામમાં તો એટલો બધો છે કે ગામમાં કોઈ ૫૦ લાખ રૂપિયાની મોંઘી કાર તો જોવા નહીં મળે, પરંતુ સાવ સામાન્ય ટૂ-વ્હીલરમાં પણ ફૅન્સી નંબર-પ્લેટ જરૂર જોવા મળે છે. પરિસ્થિતિ એવી છે કે ગામમાં વાહન પર લગાવવામાં આવેલી નંબર-પ્લેટથી જ જે-તે વ્યક્તિ કઈ કુટુંબની છે એ ઓળખી જવાય છે.

kolhapur regional transport office maharashtra maharashtra news maharashtra government