કાંદિવલીમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ૨૩મા માળથી નીચે પટકાતાં મજૂરનું મોત

18 March, 2025 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી પોલીસ આ સંદર્ભે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલીમાં સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) અંતર્ગત રીડેવલપ થઈ રહેલા એકતાનગર હાઉસિંગ સોસાયટીના અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ૨૩મા માળથી નીચે પટકાતાં ૨૮ વર્ષના કામગાર અંબિકાપ્રસાદ નાનકુપ્રસાદ રાજભરનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. કાંદિવલી પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે જઈ પંચનામું કરીને મૃતદેહનો તાબો લીધો હતો અને ત્યાર બાદ એને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કાંદિવલી પોલીસ આ સંદર્ભે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી રહી છે.

kandivli mumbai news mumbai mumbai police