ગોરેગામમાં રાહેજા હાઇટ્સના કમ્પાઉન્ડમાં ફરી દીપડો દેખાયો

10 May, 2026 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

CCTV કૅમેરાનાં ફુટેજનાં વિઝ્યુઅલ્સમાં એ શાંતિથી કમ્પાઉન્ડમાં ફરતો જોવા મળ્યો હતો

CCTV કૅમેરાનાં ફુટેજ

ગોરેગામ-ઈસ્ટના દિંડોશી વિસ્તારમાં રાહેજા હાઇટ્સના રહેવાસીઓમાં ભયનો માહોલ છે, કારણ કે ૭ મેએ મધરાત બાદ બેથી સવાબે વાગ્યાની વચ્ચે એક દીપડો ફરી એક વાર કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં જોવા મળ્યો હતો.

દીપડો લગભગ બે વાગ્યે રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં જોવા મળ્યો હતો. CCTV કૅમેરાનાં ફુટેજનાં વિઝ્યુઅલ્સમાં એ શાંતિથી કમ્પાઉન્ડમાં ફરતો જોવા મળ્યો હતો. સોસાયટીના કમ્પાઉન્ડમાં દીપડો જોવા મળ્યો હોવાની આ ત્રીજી ઘટના છે, જેને કારણે રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સની નજીક વારંવાર દીપડાની હિલચાલને લઈને મોડી રાતે બહાર નીકળતા લોકોની સલામતી અંગે રહેવાસીઓમાં ચિંતા વધી રહી છે.

ત્રીજી વાર

બરાબર એક મહિના પહેલાં ૭ એપ્રિલે રાતે એક દીપડો કૉમ્પ્લેક્સમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. એ ઘટનાનાં CCTV કૅમેરાનાં ફુટેજ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરવામાં આવ્યાં હતાં. મધરાતની આસપાસ સોસાયટીની D વિંગ પાસે દીપડો જોવા મળ્યો હતો. એ પહેલાં ૧૭ માર્ચે દીપડો જોવા મળ્યો હતો. ત્યારે એણે એક કૂતરાને મારી નાખ્યો હતો.

mumbai news mumbai goregaon wildlife maharashtra forest department