અનિલ દેશમુખની જેમ મને પણ ફસાવવામાં આવી રહ્યો છે

27 November, 2021 12:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હું આ તપાસ માટે સીપી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફરિયાદ કરીશ.

નવાબ મલિક

મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ કેસ (Cruise Drugs Case)સામે આવ્યા બાદ એનસીપી નેતા નવાબ મલિક (Nawab Malik)એ તો જાણે સમીર વાનખેડે પર પ્રહારોનો વરસાદ કરી શરૂ કરી દીધો છે. નવાબ મલિક NCB અધિકારી વાનખેડે પર સતત વાર કરી રહ્યાં છે. તેવામાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા નવાબ મલિકે પોતાના વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, `અનિલ દેશમુખની જેમ મને પણ ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.`

નવાબ મલિકે વધુમાં કહ્યું કે, હું આ તપાસ માટે સીપી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફરિયાદ કરીશ. છેલ્લા બે મહિનાથી લોકો મને કહી રહ્યા છે કે કેટલાક લોકો તમારા ઘર અને પરિવારની વિગતો કાઢી રહ્યા છે. ફેસબુક પર એક પોસ્ટ લખીને તેણે માહિતી આપી છે કે આ લોકો આ વાહનમાં છેલ્લા કેટલાક દિવસોથી મારી રેકી કરી રહ્યા છે. જો કોઈ આ લોકોને ઓળખતું હોય, તો કૃપા કરીને મને જણાવો. તેણે ફેસબુક પોસ્ટની સાથે ઘણા ફોટા પણ મુક્યા છે. જેમાં એક વ્યક્તિ દેખાય છે. આ ફોટામાં તેણે કારની નંબર પ્લેટ પણ લગાવી છે.

નવાબ મલિકે કહ્યું, આ વાહનમાં સવાર આ લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા ઘર અને શાળાની રેકી કરી રહ્યા છે. જો કોઈ તેમને ઓળખતું હોય તો કૃપા કરીને મને જણાવો. તસવીરમાં જે લોકો છે, તેમને મારે કહેવું છે કે જો તમે મારી પાસેથી કોઈ માહિતી ઈચ્છો છો, તો હું તમામ માહિતી આપીશ.

મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી મહા વિકાસ આઘાડી સરકાર ચલાવવા અંગે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ગઠબંધન 25 વર્ષ સુધી ચાલશે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે આઈટી સેલના લોકોએ શરદ પવારનો ફોટો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આ ફોટોમાં અમિત શાહને સુંદર રીતે બેઠેલા બતાવવામાં આવ્યા છે જ્યારે શરદ પવારની મુદ્રાને અપમાનજનક રીતે એડિટ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શરદ પવાર સંરક્ષણ સંબંધિત મામલા અંગે મીટિંગ માટે અમિત શાહ પાસે ગયા હતા.

mumbai mumbai news nationalist congress party