27 November, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે દમણમાં બનાવવામાં આવેલા દારૂનો મોટો જથ્થો ટ્રકથી સપ્લાય થઈ રહ્યો છે. એથી પાલઘર પોલીસે વિક્રમગઢ-તલવાડા રોડ પર દાદડે ગામ પાસે નાકાબંધી કરી હતી અને ત્યાંથી પસાર થતાં વાહનોને તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમ્યાન પોલીસે એક ટ્રકને અટકવાનો ઇશારો કર્યો હતો. ત્યારે ડ્રાઇવરે ટ્રક તો રોકી દીધી હતી, પણ તરત ટ્રક છોડીને તે નાસી ગયો હતો. પોલીસે એ ટ્રકની તપાસ કરતાં એમાંથી ૧૧ લાખ રૂપિયાની કિંમતનો દમણમાં બનાવવામાં આવેલો ગેરકાયદે દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક જપ્ત કર્યાં હતાં.