તમામ વિમાની પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું હોટેલ-ક્વૉરન્ટીન ફરજિયાત નથી

25 December, 2020 11:13 AM IST  |  Mumbai | Dharmendra Jore

તમામ વિમાની પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું હોટેલ-ક્વૉરન્ટીન ફરજિયાત નથી

વિદેશથી મુંબઈ ઍરપોર્ટ પર આવેલા પ્રસેન્જર્સનો ફાઇલ ફોટો (તસવીર: સમીર માર્કન્ડે)

વિદેશથી આવતા મુસાફરોના પેઇડ ક્વૉરન્ટીનના ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે યુરોપ, સાઉથ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોથી આવતા પ્રવાસીઓ માટેના સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકૉલમાં સુધારા કર્યા છે. તમામ મુસાફરો માટે ૧૪ દિવસના ફરજિયાત ક્વૉરન્ટીનની જોગવાઈ પ્રોટોકૉલમાંથી રદ કરવામાં આવી છે.

સરકારે ૨૧ ડિસેમ્બરથી બ્રિટન સાથેનો વિમાનવ્યવહાર સ્થગિત

કર્યો ત્યારે ત્યાંથી અને ત્યાર પછી અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકૉલ જાહેર કર્યો હતો. એ પ્રોટોકૉલ

હેઠળ ૧૪ દિવસના ફરજિયાત ક્વૉરન્ટીનની જોગવાઈ રાખવામાં આવી હતી.

એ જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ફેરફાર મુજબ એસિમ્પ્ટોમૅટિક પ્રવાસીઓને પેઇડ ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવશે, પાંચમા અને સાતમા દિવસે ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે તો બાકીના ૭ દિવસના ક્વૉરન્ટીનની આવશ્યકતા ઘરમાં પૂરી કરી શકાશે. નવા ફેરફાર અનુસાર વિમાનો કે દરિયાઈ જહાજમાંથી ઊતરતા મુસાફરોના સ્ક્રીનિંગ પછી તેઓમાંના એસિમ્પ્ટોમૅટિક પ્રવાસીઓનની RT-PCR ટેસ્ટ્સ કરવામાં નહીં આવે. બ્રિટિશ અને સાઉથ આફ્રિકન વાઇરલ સ્ટ્રેઇનનો પ્રસાર રોકવાના ઉદ્દેશથી નક્કી કરવામાં આવેલો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકૉલ ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

mumbai mumbai news coronavirus covid19 united kingdom south africa maharashtra dharmendra jore