૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૨૮૬૯ બેઠક માટે ૧૫,૯૩૧ ઉમેદવારો વચ્ચે ખેલાશે ખરાખરીનો ખેલ

04 January, 2026 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલ ૩૩,૨૪૭ નૉમિનેશન ફૉર્મ ભરવામાં આવ્યાં હતાં જેમાંથી ૮૮૪૦ ઉમેદવારી પાછી ખેંચી લીધી, પુણેમાં સૌથી વધુ ૯૬૮ કૅન્ડિડેટે છેલ્લી ઘડીએ મન બદલ્યું

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશને ગઈ કાલે જણાવ્યું હતું કે ૧૫ જાન્યુઆરીએ ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે રાજ્યમાં કુલ ૧૫,૯૩૧ ઉમેદવારો મેદાનમાં છે.

રાજ્યભરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ માટે કુલ ૩૩,૨૪૭ નૉમિનેશન ફૉર્મ દાખલ થયાં હતાં જેમાંથી ૨૪,૭૭૧ ફૉર્મ ચેકિંગ પછી માન્ય રાખવામાં આવ્યાં હતાં. એમાંથી પણ ૮૮૪૦ ઉમેદવારોએ શુક્રવારે ફૉર્મ પાછાં ખેંચી લીધાં હતાં.

આ ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં ૮૯૩ વૉર્ડમાં ફેલાયેલી ૨૮૬૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૨૨૭ સીટોના ઇલેક્શન માટે ૧૭૨૯ ઉમેદવારો મેદાનમાં છે.

પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી સૌથી વધુ ૯૬૮ નોમિનેશન પાછાં ખેંચાયાં હતાં. ત્યાં હવે ૧૬૫ બેઠકો માટે ૧૧૬૬ ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૯૯૩, છત્રપતિ સંભાજીનગરમાં ૮૫૯, નાશિકમાં ૭૩૫, થાણેમાં ૬૫૬ અને નવી મુંબઈમાં ૪૯૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

mumbai news mumbai bmc election brihanmumbai municipal corporation pune pune news political news