21 November, 2024 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પરમાર
ઘાટકોપર-વેસ્ટની કામા લેનનો ૨૭ વર્ષનો શરદ પરમાર છેલ્લાં પાંચ વર્ષથી આયરલૅન્ડમાં સાઇબર સિક્યૉરિટીનો અભ્યાસ કરવા ગયો છે જેને કારણે તે વખતે મતદાન કરી શક્યો નહોતો, પરંતુ ગઈ કાલે તેને મતદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો એનાથી તેને ખૂબ જ આનંદ થયો હતો.
મારે મારા પરિવારને મળવા ઘાટકોપર આવવાનું જ હતું એમ જણાવતાં શરદ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ઇન્ડિયા આવવાનો કાર્યક્રમ હું બનાવી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ૨૦ નવેમ્બરે ઇલેક્શન છે. આ તકનો હું લાભ ચૂકવા નહોતો માગતો. આથી મેં મારી ઍર-ટિકિટ એ પ્રમાણે લીધી હતી. હું ૧૬ નવેમ્બરે ઘાટકોપરમાં આવી ગયો હતો. જેટલો મને મારા પરિવારને મળીને આનંદ થયો છે એનાથી વધુ આનંદ મને મતદાન કરીને રાષ્ટ્ર પત્યેની ફરજ બજાવવાથી થયો હતો.’