મહારાષ્ટ્રમાં બનશે મહાયુતિની સરકાર

21 November, 2024 06:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્ઝિટ પોલનાં તારણ અણસાર આપી રહ્યાં છે કે...મહાયુતિને ૧૨૫થી ૧૯૫ તો મહા વિકાસ આઘાડીને ૬૯થી ૧૫૦ બેઠક મળવાની શક્યતા

થાણેમાં સપરિવાર મતદાન કર્યા પછી એકનાથ શિંદે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે રાજ્યની તમામ ૨૮૮ બેઠકમાં મતદાન પૂરું થયું હતું અને એ પછી વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોટે ભાગે રાજ્યમાં ફરી મહાયુતિની સરકાર આવવાનો સંકેત આપવામાં આવ્યો છે. મહાયુતિને ૧૨૫થી ૧૯૫ અને વિરોધી પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીને ૬૯થી ૧૫૦ બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને ફાયદો થયો હતો એવો લાભ અહીં ઓછો દેખાઈ રહ્યો છે. જોકે આ તો માત્ર અંદાજ છે.

એક્ઝિટ પોલ

મહાયુતિ

મહા વિકાસ આઘાડી

 અન્ય

પી-માર્ક

૧૩૭-૧૫૭

૧૨૬-૧૪૬

૦૨-૦૮

પીપલ્સ પલ્સ

૧૭૫-૧૯૫

૮૫-૧૧૨

૦૭-૧૨

મેટ્રિઝ

૧૫૦-૧૭૦

૧૧૦-૧૩૦

૦૮-૧૦

લોક્શાહી-મરાઠી રુદ્ર

૧૨૮-૧૪૨

૧૨૫-૧૪૦

૧૮-૨૩

TMC-JVC

૧૫૦-૧૬૭

૧૦૭-૧૨૫

૧૩-૧૪

ચાણક્ય

૧૫૨-૧૬૦

૧૩૦-૧૩૮

૦૬-૦૮

દૈનિક ભાસ્કર

૧૨૫-૧૪૦

૧૩૫-૧૫૦

૨૦-૨૫

ઇલેક્ટોરલ એજ

૧૧૮

૧૫૦

૨૦

પોલ ડાયરી

૧૨૨-૧૮૬

૬૯-૧૨૧

૧૦-૨૭

 

maharashtra assembly election 2024 assembly elections mumbai news mumbai maharashtra political crisis political news eknath shinde thane