24 November, 2024 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
અઢી વર્ષ પહેલાં એકનાથ શિંદેએ શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સાથે મળીને ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. ત્યારથી ઉદ્ધવ ઠાકરે ઉપરાંત શરદ પવાર અને કૉન્ગ્રેસના નાના પટોલે અને વિજય વડેટ્ટીવાર સહિતના નેતાઓએ એકનાથ શિંદેને ગદ્દાર કહીને ઉતારી પાડ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ પ્રચંડ વિજય મેળવ્યો છે; પણ એકનાથ શિંદેએ એકલા હાથે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કૉન્ગ્રેસ કરતાં વધુ બેઠકો મેળવીને બધાની બોલતી બંધ કરી દીધી છે. એકનાથ શિંદેની શિવસેનાને ૫૭ બેઠક મળી છે. એની સામે ઉદ્ધવ ઠાકરેને ૨૦, કૉન્ગ્રેસને ૧૬ અને શરદ પવારને ૧૦ બેઠક પર વિજય મળ્યો છે. આ ત્રણેય પાર્ટીનું ટોટલ ૪૬ થાય છે.