12 July, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રાઇટ બસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનભવન ખાતે ‘બ્રાઇટ બસ’ લૉન્ચ કરી હતી. આવી પાંચ બસ તૈયાર કરવામાં આવી છે. આ બસ મોબાઇલ ક્લાસરૂમની ગરજ સારશે. ડિજિટલ સાક્ષરતા અને વુમન એમ્પાવરમેન્ટને પ્રમોટ કરવા વિધાનસભ્ય પ્રસાદ લાડના ‘મી મુંબઈ અભિયાન અભિમાન પ્રતિષ્ઠાન’ હેઠળ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને ક્રૉક્સ ઇન્ડિયા અને TSL ફાઉન્ડેશનનો સહકાર મળ્યો છે. આ પ્રોજેક્ટ એજ્યુકેશન અને એસેન્શિયલ સર્વિસિસ ઑન વ્હીલ્સનું સંયુક્ત સ્વરૂપ છે.
આ ‘બ્રાઇટ બસ’માં ઍર-કન્ડિશનર, પ્રોજેક્ટર, ટીવી, સાઉન્ડ સિસ્ટમ અને ૨૦ કમ્પ્યુટર ગોઠવવામાં આવ્યાં છે. સવારના સમયે આ બસ સ્કૂલોની બહાર ઊભી રહેશે અને વિદ્યાર્થીઓને ડિજિટલ એજ્યુકેશન આપશે, જ્યારે બપોર પછી એ અલગ-અલગ વિસ્તારોમાં ઊભી રહેશે અને આધાર કાર્ડ અને અન્ય સરકારી સ્કીમોનાં ઑનલાઇન ફૉર્મ ભરવામાં લોકોને સહાય કરશે.