24 March, 2025 06:58 AM IST | Mumbai | Rajendra B Aklekar
આ ઘટના 22 માર્ચે મુંબઈ-પુણે રૂટ પર ઈ-શિવનેરી બસમાં બની હતી (તસવીર: મિડ-ડે)
ભારતમાં ઇન્ડિયન પ્રીમીયર લીગ 2025 (IPL 2025) ની શરૂઆત થઈ ગઈ છે. આ કિકેટ ટુર્નામેન્ટનો (Maharashtra Bus Service News) મોટો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. જોકે હાલમાં એવો એક ચોંકાવનાઓ કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે મુંબઈમાં એક બસ ડ્રાઈવર બસ ચલાવતી વખતા મોબાઇલમાં મૅચ જોઈ રહ્યો હતો. આવી હરકતને લીધે બસમાં સવાર લોકોનો જીવ જોખમમાં આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે અને આરોપી ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે હજી કેટલા આવા કિસ્સા સામે આવશે તે અંગે પણ પ્રવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) એ રવિવારે એક બસ ડ્રાઇવરને બરતરફ કર્યો, કારણ કે તે બસ ડ્રાઇવ કરતી વખતે મોબાઇલ ફોન પર ક્રિકેટ મૅચ જોઈ રહ્યો હતો, એમ એક અધિકારીઓએ જણાવ્યું હતું. દાદર-પુણે ઇ-શિવનેરી બસ ચલાવતી વેટ-લીઝ કંપનીના બસ ડ્રાઇવરને (Maharashtra Bus Service News) એક બસ મુસાફરની ફરિયાદ બાદ પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે સસ્પેન્ડ કર્યો હતો કારણ કે તે બસ ચલાવતી વખતે મોબાઇલ પર ક્રિકેટ મૅચ જોઈ રહ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે બેદરકારી બદલ સંબંધિત કંપની પર 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, 22 માર્ચે સાંજે 7 વાગ્યે, દાદરથી સ્વારગેટ (પુણે) જવા માટે નીકળી ગયેલી ખાનગી ઇ-શિવનેરી બસના ડ્રાઇવરનો રાત્રે લોનાવલા નજીક બસ ચલાવતી વખતે ક્રિકેટ મૅચ જોઈ રહ્યો હતો.
આ દરમિયાન એક પેસેન્જરનું ધ્યાન તેની તરફ ગયું જે બાદ તેણે તરત જ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને બસમાં મુસાફરી કરતા મુસાફરોએ તેને ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઇકને મોકલી આપ્યો હતો. પ્રતાપ સરનાઈકના નિર્દેશો પછી રાજ્ય પરિવહન અધિકારીઓ દ્વારા ફરિયાદની ચકાસણી કરવામાં આવી હતી અને યોગ્ય ચકાસણી બાદ, મુસાફરોના જીવનને જોખમમાં મૂકતા "બેદરકારીપૂર્વક વાહન ચલાવવા" બદલ નિયમો અનુસાર તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
"ઈ-શિવનેરી, શિવનેરી બસનું (Maharashtra Bus Service News) ઇલેક્ટ્રિક સંસ્કરણ, મુંબઈ-પુણે રૂટ પર ચાલતી રાજ્ય પરિવહનની એક પ્રતિષ્ઠિત બસ સેવા છે. મુસાફરો દ્વારા તેનો ખૂબ ઉપયોગ થાય છે અને તે ખૂબ જ લોકપ્રિય છે. કારની સવારી ટાળવા માટે ઘણી સેલિબ્રિટી અને પ્રખ્યાત હસ્તીઓ પણ આ બસનો પ્રવાસ પસંદ કરે છે. બસ "અકસ્માતમુક્ત સેવા" નો રેકોર્ડ ધરાવે છે અને તેથી આ રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મુસાફરોના જીવનને જોખમમાં મૂકનારા ડ્રાઇવરો સામે તાત્કાલિક પગલાં લેવાનું મહત્ત્વપૂર્ણ હતું," પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.