13 September, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘર પોલીસે ખાસ પ્રોગ્રામ યોજ્યો
પાલઘર જિલ્લામાં મોબાઇલ ખોવાયાની ફરિયાદને પગલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR)ની મદદથી ૨૦.૪૦ લાખની કિંમતના મોબાઇલ તેમના માલિકોને પરત કરવામાં આવ્યા છે. નૅશનલ પોર્ટલ CEIR પરથી ખોવાયેલા ફોનને બ્લૉક અને ટ્રૅક કરીને પરત મેળવવામાં આવે છે.
પાલઘર પોલીસે ખાસ પ્રોગ્રામ યોજીને ૧૦૪ મોબાઇલ-માલિકોને તેમના મોબાઇલ પરત કર્યા હતા. કોંકણ પોલીસ વિભાગના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ સંજય દારાડેએ કહ્યું હતું કે CEIR પોર્ટલની મદદથી પોલીસની ક્ષમતામાં વધારો થયો છે અને જનતાને મોબાઇલ પાછો મળતાં તેમનો પોલીસ પરનો વિશ્વાસ પણ વધ્યો છે.