એપ્રિલ ૨૦૨૩થી રાજ્યની સરકારી ઑફિસો પેપરલેસ થશે : એકનાથ શિંદે

03 December, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાને કેન્દ્રીય વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના સેક્રેટરી વી. શ્રીનિવાસ સાથેની બેઠક બાદ ઉપરોક્ત જાહેરાત કરી હતી

ફાઇલ તસવીર

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની તમામ સરકારી ઑફિસોમાં આવતા વર્ષે પહેલી એપ્રિલથી ઈ-ઑફિસ સિસ્ટમ શરૂ થશે, જેથી કામ ઝડપી અને પેપરલેસ બનશે.

મુખ્ય પ્રધાને કેન્દ્રીય વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના સેક્રેટરી વી. શ્રીનિવાસ સાથેની બેઠક બાદ ઉપરોક્ત જાહેરાત કરી હતી. ઈ-ઑફિસ સિસ્ટમથી કામગીરી ઝડપી અને પેપરલેસ બનશે એમ તેમણે જણાવ્યું હતું.

એક વખત તમામ સરકારી ઑફિસો ઈ-ઑફિસ મોડ પર આવી ગયા પછી અધિકારીઓ તેમના મોબાઇલ પર પણ ડૉક્યુમેન્ટ્સ મેળવી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

mumbai mumbai news eknath shinde