13 September, 2025 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહમદનગર સ્ટેશનની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અહમદનગર રેલવે-સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રેલવે-સ્ટેશન કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્ય સરકાર તરફથી લેવાયેલા નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી આખરી મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. રાજ્ય સરકારે અગાઉ અહમદનગર જિલ્લાને અહિલ્યાનગર નામ આપ્યું હતું. રેલવે-સ્ટેશનનું નામ બદલવા માટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ પાસે અરજી મોકલી છે. લાંબા સમયથી પેન્ડિંગ અરજી પર અહિલ્યાદેવી હોળકરની ૩૦૦મી જન્મજયંતી નિમિત્ત નિર્ણય લેવાયો હોવાનું અજિત પવારે કહ્યું હતું.