ડિફૉલ્ટર ડેવલપર પાસેથી બાકી નીકળતી રકમ લેવા MHADA હવે તેમની પ્રૉપર્ટી જપ્ત કરશે

12 March, 2025 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે ગઈ કાલે વિધાન પરિષદમાં કહ્યું હતું કે જે ડેવલપરો મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ની જમીન પર બિલ્ડિંગો ડેવલપ કરી રહ્યા છે તેમની પાસેથી ૧૭૨ કરોડ રૂપિયા લેવાના નીકળે છે

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારે ગઈ કાલે વિધાન પરિષદમાં કહ્યું હતું કે જે ડેવલપરો મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ની જમીન પર બિલ્ડિંગો ડેવલપ કરી રહ્યા છે તેમની પાસેથી ૧૭૨ કરોડ રૂપિયા લેવાના નીકળે છે અને હવે આ ડિફૉલ્ટર ડેવલપરોની પ્રૉપર્ટી જપ્ત કરીને આ રકમ વસૂલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

MHADAની જમીન પર આવેલાં જે બિલ્ડિંગો જર્જરિત થઈ ગયાં હોય અથવા જે મકાનનું રીડેવલપમેન્ટ અથવા રિપેરિંગ થઈ રહ્યું હોય એના રહેવાસીઓને હંગામી ધોરણે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવા દેવાય છે. રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર પંકજ ભોઈરે કહ્યું હતું કે ‘ટ્રાન્ઝિટ કૅમ્પનું ભાડું ન ભરીને સરકારને ખોટના ખાડામાં ઉતારનારા બાવીસ પ્રાઇવેટ ડેવલપર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ રકમ તેમની પાસેથી વહેલી તકે કલેક્ટ કરવા એક ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ પહેલાં ૧૬ ડેવલપર પાસેથી ૨૭૪ કરોડ રૂપિયા કલેક્ટ કરવામાં આવ્યા છે. હવે ૧૭૨ કરોડ રૂપિયા રિકવર કરવાના બાકી છે. એ વસૂલ કરવા હવે પગલાં લેવામાં આવી રહ્યાં છે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation real estate MAHARERA