Omicron News: મુંબઇ, પુણે અને થાણેની વધી ચિંતા, 28 ઑમિક્રોનના શંકાસ્પદ દર્દીઓ...

03 December, 2021 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑમિક્રોનના શંકાસ્પદ દર્દીઓની ઉંમર 69,34,45 અને 48 વર્ષ છે. આ બધાને મુંબઇના સેવન હિલ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે લોકો પૉઝિટીવ છે અને ઑમિક્રોનના શંકાસ્પદ છે, સાથે જેમને સામાન્ય લક્ષણો છે તેમને ઘરે ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ઑમિક્રોનના શંકાસ્પદ દર્દીઓની ઉંમર 69,34,45 અને 48 વર્ષ છે. આ બધાને મુંબઇના સેવન હિલ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે લોકો પૉઝિટીવ છે અને ઑમિક્રોનના શંકાસ્પદ છે, સાથે જેમને સામાન્ય લક્ષણો છે તેમને ઘરે ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

કર્ણાટકમાં ઑમિક્રોનના બે કેસ મળ્યા પછી મહારાષ્ટ્રમાં પણ ચિંતા વધી ગઈ છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી, મહારાષ્ટ્રમાં ઑમિક્રોનના 28 શંકાસ્પદ દર્દીઓ જોવા મળ્યા છે, જે તાજેતરમાં જ વિદેશમાંથી પાછા આવ્યા છે. આ બધા જ દર્દીઓ મહારાષ્ટ્રના ત્રણ મોટા શહેર મુંબઇ, થાણે અને પુણેના છે. આ શંકાસ્પદ લોકોમાંથી દસ લોકો મુંબઇ શહેરના છે જ્યારે અન્ય લોકો થાણે અને પુણેના છે.

આ બધા લોકો એક મહિનાની અંદર વિદેશમાંથી મહારાષ્ટ્રમાં આવ્યા છે. આમાંથી 25 જણ વિદેશથી આવ્યા છે જ્યારે ત્રણ તેમના સંપર્કમાં આવવાને કારણે સંક્રમિત થયા છે. આ બધાના કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવી ગયા છે. હાલ આ બધા ઑમિક્રૉન વેરિએન્ટથી સંક્રમિત છે કે નહીં, આ બાબતે તપાસ માટે બધાના સેમ્પલ જિનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપૉર્ટ આવતા અઠવાડિયા સુધી આવવાની શક્યતા છે.

મુંબઇની સ્થિતિ
છેલ્લા એક મહિનાની વાત કરીએ તો મુંબઇમાં વિદેશથી પાછા આવેલા લોકોની સંખ્યા અઢી હજારથી વધારે છે. આ બધા લોકો હાઇ રિસ્ક કન્ટ્રીઝમાં સામેલ 4દ દેશોમાંથી પાછા આવ્યા છે સ્થાનિક પ્રશાસન તરફથી એવા બધાં જ લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તેમની શોધ થઈ રહી છે. આ બધામાં જે 861 લોકોની ઓળખ થઈ છે તેમાંથી 25 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. આ 25 જણ જેના પણ સંપર્કમાં આવ્યા છે. તો આ 25 લોકોના સંપર્કમાં ત્રણ લોકો પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. આ ત્રણ લોકોએ વિદેશ પ્રવાસ કર્યો નહોતો.

મુંબઇમાં વધતું જોખમ
છેલ્લા 24 કલાકમાં ઑમિક્રોનના શંકાસ્પદ લોકોની સંખ્યા મુંબઇમાં વધીને નવ થઈ ગઈ છે. જેમાંથી પાંચ લોકો ઑમિક્રોનના નવા શંકાસ્પદ દર્દીઓ છે. આમાંથી એક દર્દી લંડન જ્યારે અન્ય ચાર દર્દીઓ દક્ષિણ આફ્રિકા, પૉર્ટુગલ, મૉરીશસ અને જર્મનીમાંથી પાછા આવ્યા છે.

Mumbai mumbai news Omicron Variant