LPGની અછતની અસર : માર્ચમાં PNG ગૅસ કનેક્શનનો આંકડો ૫૦,૦૦૦ને પાર

09 April, 2026 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરી કરતાં માર્ચમાં કનેક્શનની સંખ્યામાં ૨૦૦ ટકાનો ઉછાળો

પાઈપ્ડ ગૅસ કનેક્શન

મહાનગર ગૅસ લિમિટેડ (MGL) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ માર્ચ ૨૦૨૬માં પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)નાં કનેક્શનની સંખ્યામાં ૨૦૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં આશરે ૧૬,૦૦૦ નવાં કનેક્શન નોંધાયાં હતાં અને માર્ચ મહિનામાં આ આંકડો વધીને લગભગ ૫૦,૦૦૦ સુધી પહોંચી ગયો છે.

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરની અછતને કારણે લોકો હવે પાઇપલાઇન ગૅસ તરફ વળી રહ્યા છે. માર્ચ મહિના દરમ્યાન PNG કનેક્શન માટેની પૂછપરછમાં પણ ચારથી પાંચગણો વધારો નોંધાયો છે.

મુંબઈ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ટેક્નિકલ અને ભૌગોલિક પડકારોને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. એમાં ઊંડાં નાળાં, ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ટ્રાફિકની સમસ્યા, સાંકડી ગલીઓ અને અન્ડરગ્રાઉન્ડ હાઈ-ટેન્શન કેબલ જેવી અડચણો સામેલ છે. અનેક હાઉસિંગ વિસ્તારોમાં પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જ્યાં ઑફિશ્યલ મંજૂરી મળતાંની સાથે જ ગૅસ સપ્લાય શરૂ કરી દેવાની MGLએ તૈયારી બતાવી છે.

mumbai news mumbai lpg crisis lpg cylinder petroleum